Thursday, September 17, 2009

tari ne mari jodi

સુરત મહાનગર પાલિકા આયોજિત નાટઅય સ્પર્ધામાં બુધવારે ડો.રઇશ મણિયાર લિખિત અને કેતન રાઠોડ દિગ્દર્શિત નાટક ‘તારી ને મારી જોડી’ ભજવાયું હતું. આ નાટક ખૂબ જ કમાલ-ધમાલથી ભરપૂર તેમજ કોમેડી હતું.



નાટકના કલાકારોએ પ્રેક્ષકોને પેટ પકડીને હસાવ્યા હતા. સમગ્ર નાટક દરમિયાન પ્રેક્ષકો ખુરશી પરથી હલ્યા પણ ન હતા. નાટકની શરૂઆતમાં પીયૂષ-પલ્લવી પોતાના લગ્નની પાંચમી વર્ષગાંઠ ઉજવતા હોય છે. પીયૂષ નાટ્યકાર હોય છે. ભૂતકાળમાં પીયૂષ-મોનિકાના અને પલ્લવી-મયંકના પ્રેમમાં હોય છે પરંતુ તેઓ એકબીજાના પ્રેમમાં સફળતા મેળવી શકતાં નથી. પીયૂષ મોનિકાને પ્રપોઝ કરવાને બદલે તેને રાખડી બાંધી દે છે અને મયંકે પલ્લવીને મોકલેલા પ્રેમપત્રમાં ટિકિટ ન હોવાથી અટવાઇ જાય છે.



ત્યારબાદ મયંક અને મોનિકા બંન્ને પોતપોતાના પ્રેમ મેળવવા માટે એકબીજાની સાથે થઇ જાય છે અને પોતાના મિત્ર બાલમ કેજે કરોડપતિનો દીકરો હોય છે તેની મદદથી પીયૂષ-પલ્લવીને અલગ કરવાની કોશિશ કરે છે, જેના માટે બાલમ પીયૂષના ઘરે બાલુ નામનો નોકર બનીને જાય છે. બાલમ પીયૂષ-પલ્લવીને અલગ કરવા માટે તેમની વચ્ચે ઝઘડા કરાવે છે. એક વખત પીયૂષના ઘરે કોઇ નાટકના ડિરેક્ટર આવે છે.



ત્યારે બાલુ તેમને ખૂબ તીખા પંૈઆ તેમજ ખારું સરબત આપે છે. ઘણી વખત પીયૂષ પણ ઘરનું કામ કરી લેતો હોય છે. પરંતુ તેમાં બાલમ ગતકડાં કરે છે. અને પીયૂષ -પલ્લવીમાં ગેરસમજ ઊભી કરાવી તેમનો ડિવોસ કરાવે છે.



નાટકના બીજા અંકમાં મયંક,બાલમ અને મોનિકા ભેગા થાય છે. મોનિકાને ચા બનાવતા આવડતું ન હોવાથી તે ચામાં બે ચમચી ખાંડને બદલે ઘણી બધી ખાંડ નાખી દે છે. આદુને બદલે લસણ નાખી દે છે. તેમજ નાની ગળણીને બદલે ઝારાથી ચા ગાળે છે. પાણીની જગ્યાએ તે વાઇન ઉપયોગ કરે છે ત્યારે ઘણી ખરી કોમેડી સર્જાય છે.



પીયૂષ એકલો હોવાથી દારૂના રવાડે ચડી જાય છે ત્યારે મોનિકા તેને સાંત્વન આપે છે. અને પલ્લવીને મયંક સાંત્વન આપે છે, આ રીતે મોનિકા-પીયૂષને અને મયંક-પલ્લવીને મેળવી લે છે. મયંક-મોનિકા પોતપોતાના પ્રેમ મેળવ્યાં બાદ ખુશીની લાગણી અનુભવતા નથી. તેઓને સમજાય છે કે પ્રેમની સાચી મજા મેળવવા કરતા ઝંખવામાં છે.



મયંક-મોનિકા એકબીજાના પ્રેમમાં પડી જાય છે. હવે તેઓ ભેગા થવા પીયૂષ -પલ્લવીને ફરીથી ભેગા કરવાનું વિચારે છે. જે માટે તે ફરીથી મિશન રિકનેકટ માટે સાઉથ ઇન્ડિયન બાલા સુબ્ર?ણ્યમને પીયૂષ પાસે મોકલે છે કે પીયૂષ -પલ્લવીને તેમની કંપની તરફથી બેસ્ટ કપલ તરીકેનો એવોર્ડ તેમજ ૨ લાખ રૂપિયા કેશ તેમજ દાર્જિલિંગમાં ફાઇવ સ્ટાર હોટેલમાં રહેવાનું મળે છે, પરંતુ પીયૂષ પલ્લવી એકબીજા સાથે જવા તૈયાર થતા નથી.



પરંતુ પીયૂષ-મોનિકા સાથે અને પલ્લવી-મયંક સાથે જવા તૈયાર થાય છે. આ રીતે પીયૂષ -મોનિકાનો પ્લાન ફેઇલ થઇ જાય છે. અને બીજો પ્લાન કરે છે. આ સમય દરમિયાન પીયૂષ -મોનિકા અને પલ્લવી-મયંકની રિંગ સેરેમની તેમના દોસ્તો ગોઠવી દે છે.



ત્રીજા અંકમાં બાલી ફટેલ ફોરેનર તરીકે આવે છે. અને પીયૂષને જણાવે છે કે મોનિકા તેની પત્ની છે અને તેને બે નાના બાળકો છે. જે અમેરિકાથી ભાગી આવી છે. ત્યારે પીયૂષને ખ્યાલ આવી જાય છે કે બાલમ જ તેના ઘરે બાલુ નોકર બનીને આવ્યો હોય છે. આમ મયંક-મોનિકા ભેગા થઇ જાય છે. પીયૂષ પણ પલ્લવીને સ્વીકારવા તૈયાર થઇ જાય છે.



પરંતુ પલ્લવી એક ઘટસ્ફોટ કરે છે કે તે મા બનવાની હોય છે. ત્યારે બધા વિચારમાં પડી જાય છે કે આ બાળકના પિતા કોણ છે? મયંક, બાલમ કે પછી પલ્લવીના બોસ ત્યારે પલ્લવી જાણાવે છે કે પીયૂષ તેના બાળકનો પિતા છે. પીયૂષ -પલ્લવી ભેગા થઇ જાય છે અને વાર્તાનો સુખદ અંત આવે છે.



નાટય સમીક્ષકના મત મુજબ આ નાટક કમાલ-ધમાલ થી ભરપુર રહ્યું. સ્ક્રિપ્ટ, ડિરેકશન ખૂબ જ સારા રહ્યા હતા. બાલમ, બાલુ, બાલા સુબ્ર?ણ્યમ, બાલી ફટેલનો રોલ ભજવનાર હેલિશ મૈસૂરિયાએ પ્રેક્ષકોને ખુરશી પર જ જકડી રાખ્યા. તેમજ તેનો રોલ આંખે ઉડીને વળગી ગયો હતો, પ્રેક્ષકોની સાથે સીધો લગાવ થઇ ગયો હતો.

No comments:

Post a Comment